


મોરબી નવલખી ફાટક પાસે મામાના ઘરેથી પોતાના ઘરે પરત ફરી રહેલા છાત્રનું ટ્રક સાથે અથડાતા છાત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું
મળતી વિગત મુજબ ટંકારાના બંગાવડી ગામે રહેતા હિતેશ શૈલેષભાઈ મેંદપરા (ઉ.૨૦) પરીક્ષા પૂર્ણ થતા છાત્ર સાદુળકા થી બંગાવડી ગામે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે નવલખી ફાટક પાસે ટ્રક સાથે અથડાતા તેનું ધટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ મોરબી બી.ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા ઇમ્તિયાજભાઈ જામ તપાસ અર્થે દોડી ગયા હતા.પરંતુ બનવાની હજુ સુધી કોઈ નોંધ થઇ ન હતી.

