


ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના દલિત આગેવાને સાંથણી જમીન મામલે કલેકટર કચેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા હોય જે અંગે તંત્રની ખાતરી બાદ આજે આગેવાને પારણા કર્યા હતા.
ટંકારાના મોટા ખીજડીયા ગામના વરણ નરશી ભીખાભાઈને આજે મોરબી જીલ્લા અધિક કલેકટર કેતન જોષીએ પારણા કરાવ્યા હતા દલિત આગેવાને ગત તા. ૬ ના રોજ મોરબી જીલ્લા કલેકટર પાસે જુદી જુદી જગ્યાએ સાંથણીમાં મળવા માંગણી કરતી અરજી કરી હતી અને કલેકટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જેમાં મામલતદાર ટંકારા, પ્રાંત અધિકારી મોરબી દ્વારા જમીન મુકવાની પ્રક્રિયા બાબતે સમજૂત કરવામાં આવેલ
અને ડી.આઈ.એલ.આર. મોરબીને જમીન માપણી કરવા અને જીલ્લા ખેતીવાડી અધિકારી મોરબીને જમીન ખેતી થઇ સકે તેમ છે કે કેમ તેનો અહેવાલ રજુ કરવા પત્રથી જાણ કરેલ હતી જે અને દિવસ ૧૦ માં DILR મોરબી દ્વારા જમીન માપણી થઇ જવાની ખાતરી આપવામાં આવેલ અને ખેતીવાડી અધિકારીએ હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ પ્રાંત અધિકારી મોરબી દ્વારા દિવસ ૩૦ માં જાહેરનામું બહાર પાડવામાં આવશે જે વહીવટી તંત્રની ખાતરી બાદ આજે દલિત આગેવાને પારણા કર્યા હતા અને મામલો થાળે પડ્યો હતો.

