



મોરબીના રહેવાસી યુવાનને ત્રણ ભાઈઓએ નજીવી બાબતે માર માર્યાની એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રહેવાસી જયંતીભાઈ નરશીભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ખાટકીવસમાં ટીનાભાઈની દુકાન હોય અને ફરિયાદી નાળીયેરની રેકડી ચલાવતો હોય જેમાં રેકડી દુર રાખવા બાબતે આરોપી ટીનાભાઈ, કિશોરભાઈ અને ચંદુભાઈ ગોલરાણા એ ત્રણેય ભાઈઓએ મારામારી કરી ધોકો ઝીંકી દઈને ઈજા પહોંચાડી છે તો એ ડીવીઝન પોલીસે ફરિયાદને પગલે ત્રણેય આરોપીની અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે



