Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેરનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો

વાંકાનેર નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા આયોજીત શહેરી વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ બાપુના બાવલા પાસે આવેલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ વાંકાનેર યુવરાજ કેસરીદેવ સિંહ ઝાલા તથા ડે કલેક્ટર, મામલતદાર તેમજ પ્રથમ નાગરિક જયશ્રીબેન સેજપાલ, નગરપાલિકા ઉપપ્રમુખ ધમભા જાડેજા, જીતુભાઈ સોમાણી ભરતભાઈ ઠાકરાણી પરેશભાઈ મઢવીઅને રીટાબા ગજેન્દ્ર સિંહ રાઠોડ નગરપાલિકા કર્મચારીગણ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટય તેમજ પ્રાસંગિક પ્રવચન બાદ ખુલો મુકાયો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આજે વાંકાનેર શહેરમાં ગર્લ્સ હાઇસ્કુલ ખાતે 9 થી 5 વાગ્યા સુધી તથા ગ્રામ્ય વિસ્તાર માટે લુણસર ખાતે સેવાસેતુનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં આવક, જાતિ, નોનકીમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડને લગતી અરજીઓ અને 8Aની નકલ, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવાની અરજીઓ, આયુષ્યમાન ભારત કાર્ડ લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે.

રાજ્ય સરકારના સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, વીજળી-નવા વીજળી કનેકશન, નામ ટ્રાન્સફર, ઝુપડા વિજળીકરણ યોજના, સોલાર રૂફટોપ યોજના, મ્યુનિસિપલ સેવાને લગતી વ્યકિતગત રજુઆતો જેમકે જન્મ-મરણ, લગ્ન નોંધણી વ્યવસાયવેરો, એસેસમેન્ટની નકલો, આવકના દાખલા, વિધવા પ્રમાણ પત્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના, બી.પી.એલ અંગેના દાખલા અને ડે એન્યુઅલ યોજના, કોરોના પ્રતિવિરોધી વેક્સીન તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ, ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપા વિતરણ, એસ.બી. આઇ. તેમજ બી.ઓ.બી. બેંક દ્વારા જનધન યોજના ખાતુ અને આધારકાર્ડ મોબાઇલ નં. લીંકઅપ, તથા ભીમ એપ ઇન્સ્ટોલેશન, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા વિકલાંગ પાસ તેમજ વિદ્યાર્થી અપડાઉન પાસ કાઢી આપવાની કામગીરી કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat