



મોરબી શહેરમાં માં જગદંબાની આરાધનાનું પર્વ એવા નવલા નોરતાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શેરીએ ગલીએ પ્રાચીન ગરબીઓ સાથે પાર્ટી પ્લોટમાં અર્વાચીન રાસ ગરબાની રમઝટ જામી છે તો શાળા કોલેજોમાં પણ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે
મોરબીની નવજીવન વિધાલયમાં શિક્ષણ કાર્ય સાથે વિવિધ તહેવારોની પ્રાચીન પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં નવરાત્રીના પર્વ નિમિતે આઠમાં નોરતે મહાઅષ્ટમી નિમિતે શાળાના બાળકોએ ૧૦૮ દીવડાની જ્યોત સાથે મહા આરતી કરી માતાજીની આરાધના કરી હતી જેમાં સંસ્થા અગ્રણી અતુલભાઈ પાડલીયા, શાળાનો સ્ટાફ અને બાળકો જોડાયા હતા



