મોરબીના નીચી માંડલ ગામ નજીકથી મળી આવેલ બાળકનું પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું



મોરબી તાલુકાના નીચી માંડલથી એક બાળક મળી આવ્યું હોય જે બાળકનું પોલીસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૧-૧૦ ના રાત્રીના નીચી માંડલ ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારિયાએ ટેલીફોનથી જાણ કરી હતી કે એક નાનું બાળક નીચી માંડલ ગામ ખાતે બસમાંથી ઉતરી ગયો છે અને ભૂલો પડી ગયો છે જેથી મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર કે એ વાળાની સુચનાથી જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, આરીફભાઈ સુમરા, અક્ષયરાજસિંહ રાણા, મનીષભાઈ મિયાત્રા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળક પાસે જઈને પૂછપરછ કરતા બાળકનુ નામ વિજયભાઇ રમેશભાઇ મૈડા (ઉ.વ.૦૮) મૂળ એમપીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું
જે રાણાપરુ (એમ.પી) થી મોરબી તરફ આવતી બસમા બેસી ગયેલ હોય અને નીંચી માંડલ ગામ ખાતે ભુલથી નીચે ઉતરી ગયેલ હોય અને ભુલો પડેલ હોવાનુ જણાઈ આવ્યું હતું જેથી એમપી બાળકના ગામમાં તપાસ કરતા બાળકના સગા મામા હાલ પડધરી તાલુકાના ખોડાપીપર ગામ રહેતા હોવાની માહિતી મળી હતી જેથી સંપર્ક કરીને બાળકના મામા પપ્પુભાઇ કિશનભાઇ ડામોર જાતે આદીવાસીને બોલાવીને બાળકને હેમખેમ સોપવામાં આવ્યું હતું મોરબી તાલુકા પોલીસે બાળકનું સુખદ મિલન કરાવતા પરિવારે તાલુકા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ કે. એ. વાળા, જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા આરીફભાઇ હસનભાઇ સુમરા, અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા, મનીષભાઇ જહાભાઇ મિયાત્રા સહિતની ટીમ જોડાયેલ હતી