મોરબી દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા ધારાસભ્યને સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

મોરબીની સામાકાંઠે લાલબાગ પાછળ આવેલ 8 સોસાયટીના દસ્તાવેજ માટેની લડત લડી રહેલા દસ્તાવેજ અધિકાર મંચની છેલ્લા બે દિવસથી અરૂનોદય નગર ,રિલીફ નગર ,ન્યુ રિલીફ નગર એમ દરરોજ અલગ અલગ સોસાયટીમાં જઇ લોકો સાથે સંવાદ કરી અને લડત તેજ બને તે માટે ની મિટિંગ યોજી રહ્યા છે.આ મામલે દસ્તાવેજ અધિકાર મંચ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને મિટિંગ કરેલ અને દસ્તાવેજ બાબતે રજૂઆત કરવામાં આવી હતી તો આ મામલે મુખ્યમંત્રી એ તેના અગ્રસચિવ ને આ બાબતે તાત્કાલિક કાર્ય કરવા અને ઘટતું કરવા સૂચના આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat