


હિંદુ યુવા સંગઠન સંસ્થાના સ્થાપક પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા આજે મોરબી આવી પહોંચ્યા હતા અને સામાકાંઠે મહારાણા પ્રતાપ ચોક ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો
જે અભિવાદન સમારોહમાં હિંદુ યુવા સંગઠનના પ્રમુખ મનોજભાઈ મકવાણા, ઉપપ્રમુખ રાજદીપભાઈ બારોટ અને અગ્રણી નીર્મીતભાઈ કક્કડ તેમજ શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, બજરંગ દળના પ્રમુખ કમલભાઈ દવે સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને હિંદુ યુવા સંગઠન પ્રમુખનું અભિવાદન કરવામાં આવ્યું હતું

