જામનગર કોસ્ટલ હાઈવે પરનો કોઝવે ધરાશાયી

મોરબીના આમરણ ગામ નજીકથી પસાર થતા જામનગર કંડલા કોસ્ટલ હાઈવે પરનો કોઝવે અચાનક ધરાશાયી બન્યો હતો જોકે કોઝવે ક્યાં કારણોસર તૂટી પડ્યો તે જાણી સકાયું નથી પરંતુ હાઈવે પરનો કોઝવે તૂટી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

મોરબી જીલ્લામાં જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે ટંકારા પંથકમાં જળ હોનારતની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ટંકારાના ડેમો ઓવરફલો થતા પાણીના ધસમસતા પ્રવાહ છોડવામાં આવતા પાણી આમરણ સહિતના ગામોમાં પાણી પહોંચ્યા હતા અને સતત પાણીના ભરાવા અને ભારે વરસાદને પગલે રોડ રસ્તા તૂટી જવા પામ્યા હતા.બે બે વખત હોનારત જેવી સ્થિતિમાં આમરણના મુખ્યમાર્ગો સહિતના રોડ રસ્તાને ભારે નુકશાની પહોંચી હતી તો આ પાણી ભરાવાને પગલે કોઝવેને પણ નુકશાની પહોંચી હતી જામનગર કંડલા કોસ્ટલ હાઈવે પર આવેલું કોઝવે અચાનક ધરાશાયી થઈને તૂટી પડ્યું હતું. હાઈવે પરના કોઝવેનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે જેના પગલે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે જોકે હાઈવે ચાલુ જ હોવાથી ધીમી ગતિએ પણ વાહનો પસાર થઈ રહ્યા છે. કોઝવે તુટવા માટે વરસાદ દરમિયાન કોઝવેને થયેલું નુકશાન જવાબદાર છે કે પછી નબળું કામ હોવાથી કોઝવે તૂટી પડ્યો ચેહ તે તપાસનો વિષય છે પરંતુ હાઈવે પરનો કોઝવે ઝડપથી રીપેર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat