માળિયા હાઈવે પર ટ્રકે ઠોકર મારતા કારનો બુકડો બોલી ગયો



મોરબી જીલ્લામાં મોરબી માળિયા હાઈવે પર અકસ્માતોની વણઝાર જોવા મળતી હોય છે અને ગઈકાલે બે અકસ્માતમાં બે નાગરિકો હોમાયા બાદ હજુ પણ આ સિલસિલો ચાલુ જ છે આજે માળિયાની આરામ હોટલ નજીક ટ્રકની ઠોકર લાગતા કારનો બુકડો બોલી ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્ર પાસીંગની એમએચ ૦૧ સીપી ૮૬૯૦ નંબરની ફોર્ચ્યુનર કાર માળિયા હાઈવે પરથી પસાર થતી હોય જે દરમિયાન બપોરના સુમારે આરામ હોટલ નજીક કારની ટક્કર ટ્રક સાથે થવા પામી હતી જે અકસ્માતમાં કારના ચાલકનો આબાદ બચાવ થયો હતો
જોકે કારનો બુકડો બોલી ગયો હતો જેમાં કારના બોનેટમાં વ્યાપક નુકશાન થયું હતું તો કારનું ટાયર પણ અલગ થઇ ગયું હતું. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી તેમજ રેતી ભરેલા ટ્રકે કારને ઠોકર મારી હતી અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા

