માળિયાના દહીસરા નજીક ટ્રેક્ટર પાછળ કાર ઘુસી ગઈ, બેના ઘટનાસ્થળે મોત

માળિયા હાઈવે પર ગત રાત્રીના સમયે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર ત્રણમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજયા છે જયારે એકને ઈજા થતા રાજકોટ સારવાર માટે ખસેડાયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી રાત્રીના સમયે માળિયા હાઈવે પરના નાના દહીંસરા નજીક બંધ ટ્રેક્ટર પડ્યું હોય જેની પાછળ એક કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતના બનાવમાં કારમાં સવાર બળવંત મુગટલાલ પંડ્યા (ઉવ ૫૮) અને અભિનય વિક્રમ બ્રાહ્મણ (ઉવ ૩૨) રહે. બંને કુબેરનગર મોરબીવાળાના ઘટનાસ્થળે જ મોત થયા છે જયારે એક યુવાનને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ સારવાર માટે ખસેડાયો છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat