કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી, કારમાં સવાર પરિણીતાનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પર એક કાર ચાલકે કાબુ ગુમાવતા કર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર પરિણીતાને ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં મૃતકના પતિએ ફરિયાદ નોધાવી છે.

વાંકાનેર બાઉન્ડ્રી ઓવર બ્રીજ પર જુમેદભાઈ સલીમભાઈ કકળે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી અને બાદમાં પલટી મારી હતી.કારે પલટી મારી જતા કારમાં સવાર અલ્તાફભાઇ સલીમભાઈ કકલ અને તેના પત્ની તસ્મિયાબાનુંને ગંભીર ઈજાઓ પહોચતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે મૃતકના પતિ અલ્તાફભાઇ સલીમભાઈ કકલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat