મોરબી જીલ્લામાં રૂબેલા રોગને અટકાવવા જુલાઈ માસથી અભિયાન

સમગ્ર ગુજરાત રાજ્યમાં જુલાઈ ૨૦૧૮ માં ઓરી અને રૂબેલા જેવા ઘાતક રોગોને નાથવા માટે અભિયાન શરુ કરવામાં આવનાર છે જેમાં મોરબી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે વિષે ચર્ચા વિચારણા માટે યોજાયેલા વર્કશોપમાં કર્મચારીઓ-અધિકારીઓ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રૂબેલા જેવા રોગોને નાથવા માટેની કેમ્પેઈનમાં મોરબી જીલ્લાની ખાનગી અને સરકારી શાળાઓમાં, આંગણવાડી તેમજ શાળાએ નહિ જતા નવ માસથી ૧૫ વર્ષના બાળકોને ઓરી અને રૂબેલા જેવા રોગો સામે રક્ષણ આપતી એમ.આર. ની રસી આપવામાં આવશે મોરબી જીલ્લાના આશરે ૩ લાખ બાળકોને રસી આપવા પ્રથમ શાળાઓમાં કાર્યક્રમ યોજાશે ત્યારબાદ આંગણવાડી અને બાકી રહેલ બાળકોને રસીકરણ કરવામાં આવશે.

જીલ્લાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના બાળકોને રસીકરણ કરવા મોબાઈલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે અને મોરબી જીલ્લાના લક્ષિત તમામ બાળકોને રસીકરણ કરીને ઓરી અને રૂબેલા જેવા બાળકોના ઘાતક રોગો સામે રક્ષણ આપવા ૧૦૦ ટકા રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનમાં મોરબી જીલ્લા કલેકટર આર.જે. માંકડિયા, ડીડીઓ એસ.એમ. ખટાણાના માર્ગદર્શન અને સુચના અનુસાર જીલ્લા તંત્રના જુદા જુદા વિભાગો જેવા કે આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. અને પંચાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અભિયાનમાં જોડાશે અને કાર્યક્રમને સફળ બનાવશે તેમ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી. લક્કડની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat