

મોરબી શહેરમાં આડેધડ ખડકી દેવાયેલા હોડીંગ્સ સામે પાલિકાની ટીમે લાલ આંખ કરીને પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો આવા દબાણો હટાવી રહી છે જેમાં સતત ગત રાત્રીના હોડીંગ્સ અને અન્ય દબાણો હટાવવામાં આવ્યા હતા
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં પોલીસ અને પાલિકાની ટીમ દબાણો હટાવવાની કામગીરી કરી રહી છે જેમાં ગત રાત્રીના પણ દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત ગાંધીચોકથી શરૂઆત કરીને છેક રવાપર રોડ થઈને બાપા સીતારામ ચોક સુધી દબાણો હટાવાયા હતા જેમાં ગેરકાયદે હોડીંગ્સ ઉપરાંત દુકાનોના બહાર નીકળતા પતરાં અને અન્ય દબાણો હટાવાયા હતા તેમજ શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યાના સચોટ ઉકેલ માટે પોલીસ અને પાલિકાની ટીમ સઘન કાર્યવાહી કરી રહી છે તો દબાણ હટાવવા ઝુંબેશને પગલે રાત્રીના લોકોના ટોળા વળ્યા હતા જોકે પાલિકાની ટીમ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો



