Billboard ad 1150*250

રાજ્યના કેબીનેટ મંત્રીએ વાંકાનેરના અંતરિયાળ ગામડાઓનો પ્રવાસ કર્યો

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગામના સરપંચો સાથે કુંવરજીભાઈ બાવળિયાએ કરી ચર્ચા

Post ad 2
Post ad 3

        વાંકાનેર તાલુકાના અંતરિયાળ ગામોની મુલાકાત લઇ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિવિધ પડતર માંગણીઓ પર સ્થાનિક આગેવાનો તેમજ સરપંચ સાથે ચર્ચા વિચારણા કરી નિરાકરણ લાવ્યું હતું.

        ગુજરાત રાજ્યના પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયાએ વાંકાનેર રાતડીયા ખાતે સ્થાનિક સત્કાર સમારંભમાં હાજરી આપી હતી. આ વેળાએ સ્થાનિક આગેવાનો તેમજ આસપાસના ગામોના સરપંચો સાથે મળી વિવિધ પડતર માંગણીઓ પર ચર્ચા કરી સ્થળ પર જ નિરાકરણ લવાયું હતું.

        રાતડીયા ગામે આયોજિત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના સન્માન સમાંરભમાં કાળાસર જગ્યાના મહંત વાલજી ભગત, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર એસ.કે. જૈન, વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી વી.કે. ગઢવી, વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા, સ્થાનિક આગેવાન ગોરધનભાઇ સરવૈયા, કાળુભાઇ કાંકરેચા, સુરેશભાઈ સિરોહિયા, જિજ્ઞાસાબેન મેર સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામોના સરપંચો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat