Billboard ad 1150*250

મોરબીના રાજપર ગામની બસ સમયસર નહિ આવતા વિદ્યાર્થીઓને હાલાકી

0 120
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ગ્રામ પંચાયતે ડેપો મેનેજરને કરી રજૂઆત

        મોરબીના રાજપર કુન્તાસી ગ્ગામની બસમાં સમયના ધાંધિયા રહેવાથી વિદ્યાર્થીઓ પર્શન છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે

        મોરબીના રાજપર (કું.) ગ્રામ પંચાયત દ્વારા ડેપો મેનેજર મોરબીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગામમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે મોરબી બસમાં અપડાઉન કરતા હોય છે જોકે એસટી બસ નિયમિત મળતી નથી અને બસ સમયસર નહિ આવતા વિદ્યાર્થીઓ શાળા-કોલેજ સમયસર પહોંચી સકતા નથી જેથી અભ્યાસ બગડે છે અને વિદ્યાર્થીઓનું ભાવી જોખમાઈ રહ્યું છે જેથી બસોની નિયમિતતા અંગે યોગ્ય પગલા લેવામાં આવે અને બસ સમયસર મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે અન્યથા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat