હાર્દિક પટેલ સામે ટીપ્પણીના વિરોધમાં પાસ દ્વારા સીએમના પુતળાનું દહન

આમરણની સભામાં એલાન બાદ પાસ દ્વારા પુતળાદહન, છની અટકાયત

        રાજ્યના મુખ્યમંત્રી દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ કરેલી ટીપ્પણીના વિરોધમાં આજે પાસના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેને પગલે પોલીસે પાસના છ યુવાનોની અટકાયત કરી છે

        સીએમ વિજય રુપાણીએ હાર્દિક પટેલ વિષે કરેલી ટીપ્પણીથી પાસના યુવાનો રોષે ભરાયા છે જેથી આમરણ ખાતે યોજાયેલી પાસની બેઠકમાં સીએમ રૂપાણીના પૂતળાના દહનના કાર્યક્રમનું એલાન કરાયું હતું અને આજે મોરબી પાસ દ્વારા સીએમનું પુતળાદહન કરવામાં આવ્યું હતું જોકે પુતળા દહનની સંભાવનાને પગલે એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ નવા બસ સ્ટેન્ડ નજીક તૈનાત કરવામાં આવી હતી અને પાસના મનોજ કાલરીયા, અલ્પેશ કોઠીયા, નિકુંજ દેસાઈ તેમજ અમિત બોપલીયાની પોલીસે અટકાયત કરી હતી

        જોકે બાદમાં પાસ કન્વીનર મનોજ પનારાએ અન્ય એક સાથી સાથે રવાપર કેનાલ ચોકડી ખાતે સીએમનું પુતળા દહન કર્યું હતું જેને પગલે પોલીસે બંને યુવાનોની અટકાયત કરી છે અને પુતળા દહનને પગલે પાસના છ યુવાનોને અટકાયતમાં લેવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat