વાંકાનેરની ક્રિષ્ના ગરબીમાં બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

નવરાત્રી મહોત્સવનીધામધૂમ થી ઉજવણી કરી પુર્ણાહુતી કરાઈ

વાંકાનેર શહેરમાં અનેક પ્રાચીન ગરબીઓ વચ્ચે આજે પણ નગરજનોમાં આગવું સ્થાન ધરાવતી ક્રિષ્ના ગરબીમાં નવરાત્રીના અંતિમ દિવસે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું તો છેલ્લા દિવસે બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમી હતી

વાંકાનેર શહેરની મધ્યમાં છેલ્લા 37 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબી ક્રિષ્ના ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ રાસો રજૂ કરવામાં આવ્યા હતા તો નવરાત્રીના અંતિમ દિવસે બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમી હતી અને વિવિધ રાસો રજૂ કર્યા હતા તેમજ લાયસન્સ કલબના ચેરમેન પ્રજ્ઞેસભાઇ પટેલના હસ્તે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat