


મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ ફિઓના સિરામિકમાં રહેતા સત્યપ્રકાશ કંચનસિંહ જાદવ (ઉ૨૮) ચાર દિવસ પહેલા પોતાના રૂમ પાર્ટનરને જમવા જાવ તેમ કહી નીકળેલ હતો અને તે પરત ન ફરતા તેના મિત્રો તથા રૂમ પાર્ટનરએ શોધખોળ શરુ કરી હતી ત્યારે બાદ ચાર દિવસ પછી લાલપર નજીક આવેલ શ્રીજી વીટ્રીફાઈડ સિરામિક એકમની નજીકથી પસાર થતી કેનાલ માંથી તેનો મૃતદેહ મળી આવતા પોલીસ ધટના સ્થળે પહોચી હ્તી અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી જેમાં મૃતક યુવાનના રૂમ પાર્ટનરએ તેની ઓળખ કરી હતી તેમાં મરણ જનાર સત્યપ્રકાશ કંચનસિંહ જાદવ (ઉ.28) હોવાનું જાણવા મળ્યું છે.યુવાન અકસ્માતે પડ્યો કે આપધાત કર્યો તે દિશામાં મોરબી તાલુકા પોલીસ તપાસ ચાલવી રહી છે.