


મોરબીના લીલાપર રોડ પરથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા એ ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડીને વધુ તપાસ ચલાવી છે.
લીલાપર રોડ પર આવેલી યદુનંદન ગૌશાળા પાછળ મચ્છુ નદી કાંઠેથી એક મૃતદેહ મળી આવતા એ ડીવીઝન પીઆઈ આર.જે. ચૌધરી સહિતની ટીમ દોડી ગઈ હતી મૃતક યુવાન ફારુક હાસમ ભટ્ટી (ઊવ ૪૮) રહે. કબીર ટેકરી વાળો ગત તા. ૧૧ ના રોજ ઘરેથી ચાલ્યો ગયો હતો જે માનસિક અસ્થિર મગજનો હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે મૃત્યુનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

