મોરબીના ખાનપર ગામે ડેમી-૩માં ડૂબેલા વૃદ્ધનો મૃતદેહ ૨૯ કલાક બાદ મળ્યો

હળવદના માંથક ગામે યુવાનને દવાની ઝેરી અસર થતા મૃત્યુ

ગત તા.૬ ના રોજ મોરબીના ખાનપર ગામે રેહતા બચુભાઈ કોળી ને ગઈકાલ બપોરના સમયે તાવો ખાવા માટે સામાકાઠે જવાનું હતું જેમાં તે તેમના ગામ પાસેથી પસાર થતી ડેમી-૩ માંથી તરતા જવાનું વિચાર્યું જેમાં પણ કોઈ કારણોસર તે તેમાં ડૂબી ગયા વાતની જાણ ગામમાં થતા ગ્રામજનો ત્યાં પોહ્ચ્યા અને તેને બચાવ પ્રયાસ કર્યો અને સાથે મોરબી ફાયરની ટીમને પણ જાણ કરી હતી મોરબી ના ફાયરના ટીમ તો શોધખોળ કરી હતી પરંતુ ડૂબી જવાની કઈ ભાળ ન મળતા રાજકોટની ફાયર ની મદદ લેવામાં આવી હતી અને અંતે ડૂબી ગયેલા વૃદ્ધનો મૃતદેહ ૨૯ કલાક બાદ મળ્યો હતો.જયારે હળવદના માથક ગામે ખેતરમાં કપાસની દવા છાટતી વખતે વિજયભાઈ કરશનભાઈ રાઠવા (ઉ.૨૫)ને દવાની ઝેરી અસર થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બાદમાં મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat