



વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં વાડીમાં આવેલ એક કુવામાંથી એક ૧૩ વર્ષના તરુણની લાશ મળી હતી.ધટનાની જાણ થતા વાંકાનેર પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં જલાલભાઈ માથકીયાની વાડીમાં આવેલ કુવામાંથી ૧૩ વર્ષના તરુણની લાશ મળી હતી.ધટનાની જાણ થતાની સાથે જ વાંકાનેર પોલીસે ધટના સ્થળે પહોચીને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો.મૃતક તરુણનું નામ બબલુ કરમસી કેકડીયા (ઉં.13) અને તે તેમના કાકા વેરાગ કળુભાઈ આદિવાસી સાથે રહી ખેતીકામમાં મદદ કરી રહ્યો હતો
અને તે બે દિવસથી લાપતા હોય ઘરનાં સભ્યો તેમની શોધખોળ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આજે બબલુનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વાંકાનેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.



