


વાંકાનેર રાજકોટ રોડ પર અમરસર ફાટક નજીક રોડની સાઈડમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતક યુવાનની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ગત સાંજના સુમારે વાંકાનેર રાજકોટ હાઇવે પર અમરસર ફાટક નજીક કોઈ અજાણ્યા પુરુષ (ઉ.૨૫-૩૦ આશરે) ની લાશ પડી હોવાનું જાણવા મળતા વાંકાનેર સીટી પોલીસ મથકના પી.એસ.આઈ ધાંધલ સહિતનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો ગયો હતો.અને મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સુત્રો માંથી જાણવા મળ્યું હતું કે મરણ જનાર ભિક્ષુક જેવું જીવન ગુજારતો હતો અને મૃતક યુવાનનું મૃત્યુ બીમારી સબબ થયું છે.વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકના પી.એસ.આઈ. ધાંધલ ચલાવી રહ્યા છે.

