Billboard ad 1150*250

માળિયા : માછીમારી માટે ગયેલ યુવાન પાણીમાં તણાયો, ત્રણ દિવસ બાદ મૃતદેહ મળ્યો

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        માળિયા પંથકમાં છેલ્લે પડેલ ભારે વરસાદને પગલે અનેક સ્થળે ખેતરોમાં પાણી ભરાઈ જવા તેમજ કોઝવેમાં લોકો ફસાઈ જવાના બનાવો બન્યા હતા ત્યારે માછીમારી માટે ગયેલ એક યુવાન ડૂબી જતા મોત થયું હતું અને ત્રણ દિવસે તેનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના કાજરડા ગામના રહેવાસી જાકુબ જુમા જેડા નામનો યુવાન માળિયાના કરાડીયા કાંઠે માછીમારી કરવા માટે ગયો હતો અને તા. ૩૦ ના રોજ ભારે વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધતા જાકુબ જેડા પાણીમાં તણાઈ ગયો હતો જેની ૨ દિવસ સુધી ગ્રામજનોએ શોધખોળ ચલાવી હતી અને બનાવના ત્રીજા દિવસે આજે યુવાનના મૃતદેહને શોધવામાં સફળતા મળી છે મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat