માળિયાના દહીસરાથી યુવાનનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો




માળિયાના મોટા દહીંસરા ગામની સીમમાં સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતા માળિયા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને ધોરણસરની તપાસ હાથ ધરી છે
માળિયાના મોટા દહીંસરા ગામની સીમમાં યુવાનનો સળગેલો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા માળિયા પોલીસની ટીમ દોડી ગઈ હતી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન અંદાજે ૩૫ થી ૪૦ વર્ષનો હોય જેની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ યુવાનના મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે



