ભીમસર ચોકડી પાસે ખેત તલાવડીમાંથી નગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

માળીયાના ભીમસર ચોકડી પાસે આવેલી ખેત તલાવડી માંથી યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી

બનાવની મળતી વિગત મુજબ માળિયા મિયાણા ના ભીમસર ચોકડી પાસે આવેલ ખેત તલાવડી માં યુવાનો મૃતદેહ હોવાની પોલીસ માહિતી મળી હતી ઘટનાની જાણ થતા માળિયા પોલીસના અમુતભાઈ પટેલ સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ત્યાં મૃતદેહ પાણી માંથી બહાર કાડવામાં આવ્યો ત્યારે તે નગ્ન હાલતમાં હતો

તેમજ તેના એક હાથમાં ટાઈગર નું ટેટુ તો બીજા હાથમાં પણ ટેટુ દોરાવેલું હતું પોલીસ યુવકના મૃતદેહ ને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડાયો હતો પણ મૃતદેહ ની હાલત વધુ ખરાબ હોવાથી તેને રાજકોટ મોકલવમાં આવ્યો હતો અને પોલીસે યુવકની ઓળખ મેળવા તેમજ કેવી રીતે આ યુવાન નું મોત થયું તેની પણ તપાસ ચલાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat