Billboard ad 1150*250

હળવદના નવા અમરાપર ગામ નજીકની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હળવદના નવા અમરાપર ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ ગ્રામજનોને થતા તુરત સરપંચ સહિતના ગ્રામજનો કેનાલ દોડી આવ્યા હતા અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

મળતી વિગત મુજબ હળવદના નવા અમરાપર ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં સાંજના સુમારે એક મહિલાનો મૃતદેહ  તરતો ગ્રામજનોએ જોયો હતો જેથી ગ્રામજનો દ્વારા સરપંચને જાણ કરવામાં આવતા સરપંચ અને સામાજિક આગેવાન સંજયભાઈ અગગામાં સહિતના કેનાલ પર દોડી આવ્યા હતા અને ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.બાદમાં હળવદ પોલીસને સ્થળ પર પહોચીને મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો છે . તેમજ આ મહિલા કેનાલમાં નહાવા ગઈ હતી હોય અને ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને મહિલાનું નામ લક્ષ્મીબેન હરીશભાઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat