


મોરબી નજીકના જાંબુડિયા ગામના રહેવાસી મહિલાનો મૃતદેહ પોતાના જ ઘરમાંથી મળી આવ્યો છે અને તેનું મૃત્યુ ત્રણ દિવસ અગાઉ થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે મહિલાના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી
બનાવની મળતી માહિતી મુજબ જાંબુડિયા ગામમાં રહેતા કાનાભાઈ પરષોતમભાઈ સારલાના રહેણાંક મકાનના ફળિયાની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે જે મરણ જનાર મહિલા બેબીબેન ઉર્ફે કાળીબેન પરષોતમભાઈ સારલા (ઉ.વ.૫૦) હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જોકે મહિલાનું મોત કેવી રીતે અને ક્યાં કારણોસર થયું તે જાણી સકાયું નથી તેમજ મહિલા એકલી રહેતી હોય અને તેનો પુત્ર સરતાનપર રોડ પરની ફેકટરીમાં મજુરી કરતો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મહિલાનું મોત અંદાજે બે કે ત્રણ દિવસ પૂર્વે થયું હોય મૃતદેહને પીએમ અર્થે રાજકોટ ખસેડાયો છે બનાવની તાલુકા પોલીસે નોંધ કરી પ્રાથમિક તપાસ નગીનદાસ નિમાવતે ચલાવી છે અને વધુ તપાસ પીએસઆઈ એસ.એ. ગોહિલ ચલાવી રહ્યા છે