માળિયાના મામલતદારની બદલીનો ઓર્ડર રદ કરવા ભાજપ આગેવાનોએ મંત્રીને રજૂઆત કરી 

 

વિધાનસભા ચૂંટણી નજીક આવ્યાના સંકેતો વચ્ચે રાજ્યમાં ફરજ બજાવતા મામતલદારની બદલી કરવામાં આવી છે. જેમાં માળિયા મામલતદાર ડી.સી.પરમારની બદલી રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી મામલતદાર તરીકે કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયત મોરબીના સદસ્ય કેતન વિરજા, મળિયા તાલુકના પ્રભારી સુભાષભાઈ પડસુંબીયા અને ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ જયદીપ બી. સંઘાણીની સંયુક્ત યાદીમાં એક પત્ર પાઠવામાં આવ્યો છે. જ્યાં મામલતદાર ડી.સી.પરમારની બદલી રદ કરવા માંગ કરવામાં આવી છે.

આગેવાનોએ રજૂઆત કરી જણાવ્યું છે કે માળીયા (મી.) તાલુકા વિકાસની દ્રષ્ટિએ હર હંમેશ પાછળ રહયો છે. છેલ્લા 5 વર્ષમાં માળીયા તાલુકો વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. જેના પાયાના ભાગરૂપે માળીયા તાલુકામાં ફરજ બજાવતા અધિકારીઓ છે. ત્યારે માળીયા (મી.) તાલુકામાં ફરજ બજાવતા કર્મનિષ્ઠ અને પ્રમાણિક મામલતદાર ડી. સી. પરમારની બદલી હાલ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી થયેલ છે. જે અનુસંધાને માળીયા તાલુકાના કાર્યકર અને આગેવાન તરીકે પ્રમાણિક મામલતદાર ડી સી પરમારની બદલીનો ઓર્ડર રદ કરવા જનતા હિતમાં માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat