મોરબીના યુવા ઉધોગપતિના પિતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

મોરબીના યુવા ઉધોગપતિ અને યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશ કૈલાના પિતા હંસરાજભાઈ જેરામભાઈ કૈલા જે નિવૃત સરકારી કમચારી છે જેમનો આજ રોજ જન્મદિવસ હતો.હંસરાજભાઈએ આજ રોજ ૬૨ વર્ષ પૂર્ણ કરીને ૬૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.જેમાં આજ રોજ તેને મોરબીના મહેન્દ્રનગર ગામની કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં પોતાના પરિવાર સાથે જઈને સ્કુલના ૩૫૦ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ અને વોટર બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આઈસ્ક્રીમ પણ ખવડાવવામાં આવ્યો હતો.આ તકે પરિવારના સભ્યો લલીતાબેન હંસરાજભાઈ કૈલા,જીજ્ઞેશ હંસરાજભાઈ કૈલા,અમિતા હંસરાજભાઈ કૈલા,પ્રભુભાઈ હરજીવનભાઈ કૈલા,ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat