Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં આવતીકાલે વિનામુલ્યે પક્ષીના માળાનું વિતરણ કરાશે

લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવાના અભિયાન અંતર્ગત મોરબીમાં યુવાનોની સંસ્થા લકી ગ્રુપ ચકલી માળા વિતરણ કરે છે અને વિશ્વ ચળકી દિવસ નિમિતે આવતીકાલે સામાકાંઠે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે

લકી ગ્રુપ મોરબી દ્વારા આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આવતીકાલે સવારે ૮ થી ૧૧ કલાક દરમિયાન હાઉસિંગ બોર્ડ સર્કલ સામાકાંઠે ૩૦૦૦ થી વધુ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. તે ઉપરાંત હાલ ઘોઘરા હનુમાનજી મંદિરે ચાલતી કથામાં સંસ્થાના યુવાનો ૪૦૦૦ માળાનું વિતરણ કરી ચુક્યા છે તો કુલ ૧૦ હજાર માળા બનાવાયા છે અને ચકલી દિવસ ઉપરાંત બારેમાસ માળા વિનામૂલ્યે મેળવવા માટે દ્રષ્ટિ ઓપ્ટિક, ગોપાલ સોસાયટી મહેન્દ્ર્નગર રોડ મોરબી ખાતે મોહિત ઘોડાસરાનો સંપર્ક કરવા તેમજ ચકલીના માળા મેળવી ચકલી બચાવો અભિયાનમાં સૌ કોઈને જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat