ભરતનગર ગામે ઘર પાસે પાર્ક કરેલું બાઈક તસ્કરો હંકારી ગયા

મોરબીમાં વાહન ચોરીના બનાવો વધતા જાય છે ત્યારે ફરી એક મોટર સાઈકલ ચોરી થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાય છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા દિનેશ હરિભાઈ પટેલ એ પોતાનું મોટર સાઈકલ જીજે ૩ એચએમ ૮૭૭૬ કીમત રૂ.૨૫૦૦૦ ગત તા.૧-૪ ના રોજ રાત્રીના પાર્ક કરેલ હોય દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ દિનેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે બાઈક ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat