


મોરબી-વાંકાનેર હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાયા કરે છે જેમાં મહામૂલી માનવ જિંદગીનો ભોગ લેવાય છે ત્યારે મોરબીના રફાળેશ્વર ગામ નજીક એક મોટર સાઈકલ ચાલકે આધેડને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જોધપર(નદી) ગામે રહેતા બાબુભાઈ પુંજાભાઈ સોલંકી(ઉ.૫૫) વાળા ચાલીને જતા હોય દરમિયાન મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક પહોચતા પુરપાટ ઝડપે આવતા મોટર સાઈકલ જીજે ૬૩ ડી ૪૩૪૨ વાળાએ તેને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.