



મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાતા રહે છે જેમાં મકનસર નજીક પુરપાટ વેગે રોંગ સાઈડમાં આવતા ટ્રકના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનને ઈજા પહોંચી છે
મોરબીના સામાકાંઠે આવેલી માળિયા વનાળીયા સોસાયટી નજીકના ઉમિયાનગરના રહેવાસી સાગરભાઈ ઉર્ફે નીલેશભાઈ નાગજીભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે હોન્ડા મોટરસાયકલ નં જીજે ૦૩ ઇએફ ૪૩૦૫ વાળું લઈને જતા હતા ત્યારે મકનસર નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રક નં યુપી ૯૩ બીટી ૫૮૪૪ ના ચાલકે બાઈકસવારને ઠોકર મારતા ફેકચર જેવી ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે



