

અરીઠા એક ઉત્તમ ઔષધ છે. સંસ્કૃતમાં તેને અરીષ્ટ (જેનાં ઉપયોગથી કઇ અનીષ્ટ થતું નથી) કહે છે. અરીઠાનાં ફીણથી માથું ધોવાથી વાળ અને ચામડીની શુદ્ધિ થાય છે. આથી માથામાં ખોડો, ખંજવાળ જેવી સમસ્યા દૂર થાય છે. અરીઠાને ઓછાં માં ઓછું 15 મીનીટ માથામાં રહેવા દેવું ત્યાર બાદ માથું ધોવું.
તે ઉપરાંત બાળકને પેટમાં ચુંક આવતી હોય કે આફરો ચડ્યો હોય, પેટમાં કૃમિ થયાં હોય તો પેટ પર અરીઠાનું ફીણ લગાડવાથી થોડી વારમાં શાંતી થાય છે. અને કરમિયા હોય તો મળ દ્વારા નીકળી જાય છે..
વધું આયુર્વેદિક માહિતી માટે સંપર્ક કરો : રાજ પરમાર 97 22 666 44 2