હળવદમાં ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધા યોજાઈ

સરદાર પટેલ સ્કુલમાં વિધાર્થીઓ કરી રક્ષાબંધન પર્વની ઉજવણી

હળવદમાં સંસ્થા અને શાળામાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ફ્રેન્ડ્સ યુવા સેવા  ગ્રુપ હળવદ દ્વારા ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી ના ભાગરૂપે હળવદ ખાતે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડીમાં વેસ્ટ માથી બેસ્ટ રાખડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા સરદાર પટેલ સ્કુલ ખાતે વિધાર્થીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

શ્રાવણ સુદ પૂનમ એટલે ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર એટલે રક્ષાબંધન. ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ જે છેલ્લા ત્રણ વર્ષથી યુવાનોની ટીમ અલગ-અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી આ યુવાનો સમાજને કંઈક અલગ રાહ  ચીંધતો  સંદેશ આપી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારની ઉજવણીના ભાગરૂપે હળવદ ખાતે તાલુકા કક્ષાની વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું  હતું. આ સ્પર્ધામાં અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વિદ્યાર્થીઓ હળવદ ની સરકારી શાળાઓ જેમકે ડી વી પરખાણી ,શાળા  નં- 1,4,7 જેવી શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં પ્રથમ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ ને અલગ-અલગ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સ્પર્ધામાં ભાગ લીધેલ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું .  બાળકો ની અંદર રહેલ ક્રિયાત્મક કળાને બહાર લાવવા તેમજ આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સર્વ ધર્મ સમભાવ જેવા ગુણો વિકસાવવા માટે બધા જ ધર્મના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સનાતન ધર્મ નુ  સુત્ર  સાથઁક  કરયુ  હતુ.તેમજ હળવદની સરદાર પટેલ વિધાલયમાં વિધાર્થીઓએ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને શાળાના રક્ષાબંધન પર્વ નિમિતે મેકિંગ કોમ્પીટીશન કાર્યક્રમ યોજાયો હતો.

 

 

 

Comments
Loading...
WhatsApp chat