Billboard ad 1150*250

સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં ગણેશ મહાપુરાણ કથાનો પ્રારંભ

સીટી વિઝનના દિનેશભાઈ પંડ્યાએ મહાઆરતીનો લાભ લીધો

0 489

મોરબીના કેનાલ રોડ પર સ્થિત રામોજી ફાર્મમાં યોજાયેલ સિદ્ધિ વિનાયક કા રાજા પંડાલમાં 25મીથી મહાઆરતી સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે ગણેશજીના દર્શનનો લાભ લીધો હતો. આ સાથે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં મોરબીમાં પ્રથમ વખત ગણપતિ માહાત્મ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવમાં ગણપતિ કથાનું આ પ્રથમ આયોજન કરાતા ગઈકાલે પોથી યાત્રા યોજાઈ હતી જેમાં ભવિકોમાં મોટી સંખ્યામાં  ઉત્સાહભેર જોડાયા હતા. આ કથામાં  વેદાંતચાર્ય ડો.દિલીપજી પૈજા ભગવાન શ્રીગણેશજીની કથાનું રસપાન કરાવશે.ગણેશોત્સવના આયોજન અંગે અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે આ ગણેશ માહાત્મ્ય કથામાં સિદ્ધિ વિનાયક ઉપાસના,ગણેશ જન્મોત્સવ, સિદ્ધિ વિનાયક અષ્ટોતરી લીલા,માતા પિતાને વંદન સહિતના પ્રસંગોની ભાવ ભેર ઉજવણી કરાશે. સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવના પંડાલ માં ભવ્ય રોશની લાઇટિંગ ડેકોરેશનની સાથે પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે જેમાં મુંબઈના લાલબાગ કા રાજા ના નિર્માણકારો દ્વારા નિર્માણ થયેલ સિધ્ધિ વિનાયક કા રાજા ની પ્રતિમા અદભુત સ્વરૂપના દર્શન કરાવી રહી છે.

સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કહી શકાય તેવી વિશાળ જગ્યામાં યોજાનાર આ ગણેશોત્સવમાં બાળકોને મોજ પડે તે માટે અલાયદા મેદાનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેમાં બાળકો માટે મનોરંજન થાય તેવા સાધનો અને રાઈડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજક અરવિંદભાઈ બારૈયાએ અંતમાં જણાવ્યું હતું.તેમજ ગઈકાલે સીટી વિઝનના દિનેશ પંડ્યાએ પણ મહાઆરતીનો લાભ લીધો હતો.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat