સરવડ ગામે આવતીકાલથી કૃષ્ણ કથામૃતમ (શ્રીમદ ભાગવત કથા)નો પ્રારંભ



મોરબીના સરવડ ગામે સર્વે પિતૃ મોક્ષાર્થે આવતીકાલથી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ અવનવા કાર્યક્રમ યોજાશે.આ કથામાં સાળંગપુરના શાસ્ત્રીજી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણા વાળા) કથાનું રસપાન કરાવશે.
મોરબીના સરવડ ગામે સર્વે પિતૃ મોક્ષાર્થે આવતીકાલથી સરવડ ગામે રામજીમંદિરે શ્રી કૃષ્ણ કથામૃતમ (શ્રી મદ ભાગવત કથા)નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આવતીકાલે સવારના ૮ કલાકે રામજી મંદિર ખાતેથી પોથીયાત્રા યોજવામાં આવનાર છે.તેમજ તા.૨૮ ને બુધવારના રોજ બપોરના ૩:૩૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવ,તા.૨૯ ને ગુરુવારે ગોવર્ધન લીલા (અન્નકૂટ ઉત્સવ) અને તા.૩૧ ને શનિવારે હનુમાન જયંતિના દિવસે પુર્ણાહુતી થશે.કથાની સાથે-સાથે રાત્રીના ભજન સંધ્યા, સમાજિક નાટક, સુંદરકાંડ જેવા કાર્યકર્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તો આ કથામાં પધારવા માટે ધર્મપ્રેમી જનતાને સરવડ ગામ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

