મોરબી બાર એસોની ચુંટણીમાં પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ઉપપ્રમુખ માટે છ, સેક્રેટરી-જો. સેક્રેટરી માટે ચાર ચાર ફોર્મ

        મોરબી બાર એસોની ચુંટણી તા. ૨૧ ના રોજ યોજાનાર હોય જે ચુંટણીના જંગમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે તેમજ ઉપપ્રમુખની ચુંટણી માટે કુલ છ ફોર્મ ભરાયા છે

        મોરબી બાર એસોની ચુંટણીમાં પ્રમુખપદ માટે દિલીપભાઈ અગેચણીયા, તેજસકુમાર દોશી અને જીતેન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે જયારે ઉપપ્રમુખ માટે ભુપેન્દ્રસિંહ જાડેજા, બલદેવ કાચરોલા, ચિરાગ કણઝારીયા, શબાનાબેન ખોખર, નિશીથ પંડ્યા અને અશોક સરડવાએ ઉમેદવારી નોંધાવી છે

        તે ઉપરાંત સેક્રેટરી માટે મહીધર દવે, ભાવેશ ફૂલતરિયા, પ્રાણલાલ માનસેતા અને વિજય શેરશિયા જયારે જોઈન્ટ સેક્રેટરી માટે મુનીર ઘોણીયા, રવિ કારિયા, ખુશ્બુ કોઠારી અને અલ્પેશ પારેખે જયારે એકઝીક્યુટીવ મેમ્બર માટે ઉદયસિંહ જાડેજા, કલ્પેશ સાંખેસરિયા, જયંતીલાલ સેવારા, ધવલકુમાર શેરશીયા અને વેજંતી વાઘેલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે  

Comments
Loading...
WhatsApp chat