


મોરબીના જાંબુડિયા ગામ નજીક નજીવી બાબતે બે શખ્શોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી રાણાભાઇ રૂડાભાઈ સરૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિનુભાઈ ટોળિયા અને હર્ષદભાઈ રબારી રહે બંને સજ્જનપર વાળાએ ફરિયાદી તેમજ તેની સાથે અન્ય એક મોટરસાયકલ પર જતા હોય ત્યારે જાંબુડિયા ગામ નજીક સફેદ સ્વીફટ કારમાં આવી સત્યમ ગોલ્ડમાં અમારો ડામર વેસ્ટ ઉપાડવાનો કોન્ટ્રાકટ હતો તે કેમ છીનવી લીધો કહીને ગાળો આપી લોખંડનો પાઈપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે