મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલકની ધરપકડ

મોરબી એસઓજી ટીમે આજે ટીંબડી ગામ નજીક ચેકિંગ દરમિયાન લાયસન્સ વિના સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલકની ધરપકડ કરી છે

મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ટીંબડી ગામ નજીકના ઓએસીસી ટાઈલ્સ LLP નામના કારખાનામાં આરોપી દીનાનાથસિંહ રામનરેશસિહ કહાર (ઉ.વ.૫૮) રહે મૂળ ભોજપુર બિહાર હાલ ઓએસીસ ટાઈલ્સ morbi વાળાને પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ના હોવા છતાં કારખાનામાં પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડ પુરા પાડી એજન્સી ચલાવતો હોય જેની વિરુદ્ધ morbi તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat