



મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલરૂપે તંત્ર દ્વારા મચ્છુ નદી પર બેઠો પુલ બાંધવામાં આવ્યો છે જે કાર્યરત થતા ટ્રાફિક સમસ્યા હળવી બની છે જોકે આ બેઠા પુલ પર રાત્રીના લાઈટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યું છે કે મચ્છુ નદી પરના બેઠા પુલને લીધે મોરબીના પુલ પર થતી ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત થઇ છે અને બેઠા પુલનો નાના વાહનચાલકો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ લાઈટની સુવિધા ના હોવાથી રાત્રીના મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી લાઈટોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં કરવામાં આવી છે



