પુર હોનારત માટે મીઠા કંપની સામે લાગેલા આક્ષેપોનો જવાબ


માળીયાના હરીપર પાસે આવેલી દેવ સોલ્ટ કંપની દ્વારા ગેરકાયદેસર પાળા બાંધી પાણીના વહેણ રોકવાથી હોનારતની સ્થિતિ સર્જાઈ હતી તેમજ કંપની સરકારી નિયમોનો ભંગ કરતી હોવાના આક્ષેપો અંગે જવાબ આપતા કંપનીના માલિક ડી.એસ.ઝાલાએ જણાવ્યું છે કે કંપની સામેના આરોપો પાયા વગરના છે. કંપની દ્વારા ગુણવત્તાયુક્ત મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી કંપનીની પ્રગતિ ન જોઈ સકતા લોકો ખોટા આક્ષેપ કરે છે. માળીયામાં નાના મોટા ૪૫૦ મીઠા એકમ છે જેમાં ૧૫ થી ૨૦ મોટા એકમો છે અનેક કંપની ૫૦૦ ટ્ણા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરે છે દેવ સોલ્ટ ૫૦૦ લોકોને રોજગારી પૂરી પાડે છે. અત્યારે પણ નિયમ મુજબ જ પાળા છે. નિયમ મુજબ કંપનીએ લાકડાનો પુલ પણ બનાવ્યો છે.. મેરી ટાઈમ બોર્ડે જેટીની દરખાસ્ત પણ મંજુર કરી છે. કંપનીને બ્રોમીન પ્લાન્ટ બનાવવાની પણ પર્યાવરણ વિભાગે મંજુરી આપી છે. જેથી સરકાર તપાસ કરાવે તો કોણ ગેરરીતી કરે છે તે સત્ય બહાર આવશે તેમ જણાવ્યું છે.