હળવદના જુના દેવાળિયા ગામના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

                                              મોરબી અને હળવદ પંથકમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે પોલીસે દરોડા કાર્યવાહી કરીને દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે અને આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

                                            હળવદના જુના દેવાળિયા ગામના રહેવાસી વિપુલ ઉર્ફે ભૂરો દિનેશ કોળી (ઊવ ૨૦) વાળાના રહેણાંક મકાનમાં દેશી દારૂ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને ૨૦ લીટર દેશી દારૂ કીમત ૪૦૦ અને દારૂ બનાવવાનો આથો કીમત ૯૯૦ મળીને ૧૩૯૦ નો મુદામાલ ઝડપી લઈને આરોપીની અટકાયત કરી હતી

                                                જયારે મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામે રહેતા જગદીશ ઉર્ફે જગો જેસિંગ કોળીના મકાનમાં દરોડો કરતા વિદેશી દારૂની ૨ બોટલ કીમત ૬૦૦ મળી આવતા મુદામાલ કબજે લીધો છે જયારે આરોપી હાજર નહિ મળતા તેણે ઝડપી લેવા તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat