મોરબી : ઈશ્યુ થયેલા ઈ-ચલણના દંડની રકમ શનાળા પોલીસ ચોકી ખાતે ભરી શકાશે

 

મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈશ્યુ થયેલા ઈ-ચલણનો દંડ ઓફલાઈન એટલે કે રૂબરૂ ભરવા માટે હાલ મોરબી જીલ્લા એસપી કચેરીમાં સ્થિત ટ્રાફિક શાખા ખાતે સેન્ટર કાર્યરત છે

ત્યારે મોરબી જીલ્લાના નાગરિકોને ઈ-ચલણ ભરવામાં સુગમતા રહે તે હેતુથી ટ્રાફિક શાખા દ્વારા વધુ એક ઈ-ચલણ રીકવરી સેન્ટર શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપ બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે શરુ કરવામાં આવ્યું છે જે રીકવરી સેન્ટર ખાતે નાગરિકો સવારે ૧૦ થી સાંજે ૬ કલાક સુધી ઈ-ચલણ દંડની રકમ રોકડમાં ભરપાઈ કરી શકશે

વધુમાં જણાવ્યું છે કે ઈ-ચલણ ખોવાઈ ગયું હોય તો પણ રીકવરી સેન્ટર ખાતે રૂબરૂ મુલાકાત કરી વાહનના નંબર પરથી બાકી ઈ ચલણની રકમ ભરપાઈ કરી શકાશે તેમ મોરબી જીલ્લા પોલીસની અખબારી યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat