


મોરબી પંથકમાં દારૂનું દુષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે ત્યારે પોલીસની ટીમ પણ દરોડા કાર્યવાહી કરી રહી છે અને તાજેતરમાં એલસીબીએ દારૂનો જથ્થો ઝડપ્યા બાદ તાલુકા પોલીસે પણ દરોડા કાર્યવાહી કરી હતી જેમાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે
મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામ નજીકથી પસાર થતી સેન્ટ્રો કાર નં જીજે ૦૨ આર ૬૦૮૮ આંતરી તલાશી લેતા કારમાંથી દારૂ અને બિયારનો જથ્થો મળી આવ્યો હતો જેમાં દારૂની ૧૨ બોટલ અને ૨૦ બીયર મળી આવતા કાર સહીત ૫૫,૬૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે જયારે કાર ચાલક નાસી ગયો હતો તાલુકા પોલીસે મુદામાલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

