

વાંકાનેર સીટી પોલીસ મથકમાંથી સગીરાનું અપહરણ થયા બાદ વાંકાનેર સીટી પોલીસે તપાસ ચલાવી આરોપીને જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના ગામમાંથી શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસમાં સગીરા અપહરણના ગુન્હા અંગે વાંકાનેર સીટી પીઆઈ બી ટી વાઢીયા, પીએસઆઈ એમ જે ધાંધલ, નરશીભાઈ પારધી, મનસુખભાઈ દેગામડીયા, મહેન્દ્રભાઈ હરજીવનભાઈ, અંકુરભાઈ સહિતની ટીમ દ્વારા ચલાવેલી તપાસમાં સગીર વયના ભોગ બનનાર અંગે હકીકત મેળવી આરોપી મનોજ મેરૂભાઈ ઇન્દરીયા કોળી (ઉ.વ.૨૩) રહે નવા જાંબુડિયા તા. મોરબી વાળાને જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના ગુંદાળા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે