ઉમિયાનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

 

                                          મોરબીના ઉમિયાનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

      

                                             પોલીસ મહાનિર્દેશકની માહિતીના આધારે ૩૧૧૧ જેટલા ૦ થી ૧૮ વર્ષના બાળકો શોધવાના બાકી હોય જે બાબતે જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી જયપાલસિંહ રાઠોડની સુચનાથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસના હદ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે ઉમિયાનગરની સગીરાને શોધી કાઢવા માટે બી ડીવીઝન પીઆઈ. આર.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી.જાડેજાને મળેલી ખાનગી બાતમીને આધારે સગીરાનું અપહરણ કરનાર આરોપી અને ભોગ બનનાર મોરબી તાલુકાના રંગપર ગામ નજીકના કારખાનામાં હોવાની માહિતીને પગલે બી ડીવીઝન પોલીસના પરેશભાઈ પરમાર, જયદેવસિંહ ઝાલા, મહેશદાન ગઢવી અને દશરથસિંહ જાડેજા સહિતની ટીમે રંગપર નજીકના બેલટેન સિરામિકમાંથી આરોપી દિનેશ અરજણ ધામેચા કોળી (ઊવ ૨૦) રહે. હાલ મોરબી-૨ ઉમિયાનગર મુ. વાઘરવા તા. માળિયા વાળાને ઝડપી લઈને પોસ્કો કાયદા હેઠળ અટક કરવામાં આવેલી છે.

 

Comments
Loading...
WhatsApp chat