ટંકારાના દારૂના ગુનામાં 8 માસથી ફરાર આરોપી ઝડપાયો

The accused, who has been absconding for 8 months, was caught in the alcohol crime of Tankara

ટંકારા પોલીસ ના દારૂના ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીની મોરબી પેરોલ ફર્લો અને એલ.સી.બી.મોરબી પોલીસે ધરપકડક કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ/આરોપી પકડવા સારૂ તા.14થી 23 જૂન સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ  એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ.ની સુચના મુજબ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા

એ દરમ્યાન પો.હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા,પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 8 માસથી પ્રોહીબીશનના ગુનામાં નસતો ફરતો આરોપી મનસુખ ઉર્ફે ટાલો કેશુભાઇ ગણાદિયા વાળાને લતીપર ચોકડી પાસે છે. જેથી આ ચોક્કસ બાતમીને આધારે પોલીસે ઘટના સ્થળેથી આરોપીની ધરપકડ કરીને ટંકારા પોલીસ સ્ટેશનને હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા ASI પોલાભાઇ ખાંભરા,HC વિક્રમસિંહ બોરાણા, પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા,ચંદ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા,યોગીરાજસિંહ જાડેજા,જયેશભાઇ વાઘેલા, PC વિક્રમભાઇ ફુગસીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા રવિરાજસિંજ ઝાલા વિગેરે જોડાયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat