

રાજકોટમાં લૂંટ વિથ મર્ડરના ગુન્હામાં સંડોવાયેલો અને રાજકોટ બાળ સુધારણા ગૃહમાંથી અઢી વર્ષથી નાસી ગયેલ આરોપીને એલસીબી ટીમે દબોચી લીધો છે
મોરબી જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. આર ટી વ્યાસની ટિમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબી ત્રાજપર ચોકડી નજીક અશ્વિન છગન સોલંકી દેવીપૂજક રહે. સરધાર જલારામ મંદિર પાછળ જી. રાજકોટ વાળો હોય જે થોરાળા પોલીસ મથકમાં લૂંટ વિથ મર્ડરના ગુન્હામાં સંડોવાયેલો હોય અને તેની ઉમર સત્તર વર્ષની હોવાથી રાજકોટ બાળ સુધારણા ગૃહ ચિલ્ડ્રન હોમ ખાતે રાખેલ હોય જ્યાંથી આશરે બે આધિ વર્ષ પૂર્વે નાસી ગયો હતો જે આરોપીને ઝડપી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે



